કોઈ વનસ્પતિ ને ઉગાવવા માટે પ્રથમ તેનાં બીજને રોપવામાં આવે છે. ત્યારબાદ તેના વિકાસ માટે તેની યોગ્ય માવજત કરવામાં આવે છે. તેની યોગ્ય સંભાળ અર્થે ઘણી કુદરતી આપતીઓથી બચાવવા ઘણી કાળજી રાખવાની થતી હોય છે. જ્યારે પૂરતી કાળજી બાદ વૃક્ષ કે વનસ્પતિ વિકાસ પામી જાય ત્યારે તે નિઃસંદેહ તેના ફળ આપે છે.
કોઈપણ વિષય - વસ્તુની આ પ્રક્રિયા રહેતી હોય છે. વિષય - વસ્તુ યોગ્ય પ્રક્રિયા પામ્યા બાદ ઈચ્છા અનુસાર ફળ આપે જ. વચ્ચે આવતી પાનખર જેવી ઋતુઓ કે આપત્તિઓ થી ક્યારેક વનસ્પતિ એના ફળ કે છાયડો ના આપી શકે તો વનસ્પતિ નું નિર્માણ - માવજત કરનારે તેના વિશે ખોટું અર્થઘટન કે ધારણાઓ ના કેળવવી જોઈએ. પાનખરમાં વનસ્પતિને કાપવાની ભૂલ કે એની પાસેથી ફળ, છાયાડાની જીદ ન કરવી જોઈએ. પાનખર, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં જો ધૈર્ય - સંયમ રાખવામાં આવે તો એની પાસેથી ભવિષ્યમાં ફરીથી ફળ - છાયડો આપવાની અપેક્ષા બની રહે. ધારણાઓ માત્ર ધારણાઓ જ હોય છે. વાસ્તવિક પરિસ્થિતિથી વિપરીત પણ હોય છે. "કભી કભી જો દિખતા હૈ, વો હોતા નહીં ઔર જો હોતા હૈ વો દિખતા નહીં"
ફરીથી લખું છું, જે વિષય - વસ્તું ને તમે ખંતથી તૈયાર કરી એ ફળ આપશે જ. વિશ્વાસ અને ધીરજ રાખો.

Comments
Post a Comment